આ બ્લોગ પર તમને વિજ્ઞાન વિષયને લગતી ઘણી એવી માહિતી મળી રહેશે,જે આપને ચોક્કસથી ઉપયોગી થશે. તેમાં એક અનોખા અંદાજમાં વિજ્ઞાન વિષયને ગુજરાતી ભાષામાં રજુ કરવામાં આવ્યો છે. તેમાં બાળકોને ગમે તેવા જ્ઞાન સાથે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઈલોલ ગૃપ સહકારી મંડળી હાઈસ્કુલ,ઈલોલ અને રસુલબેન અમદાભાઈ પટેલ

માનવ શરીર

આપણું શરીર કાર્બન,હાઇડ્રોજન,ઑક્સિજન,નાઇટ્રોજન,ફોસ્ફરસ,કેલ્શિયમ અને લોહતત્વનું બનેલું છે.

આપણા શરીરમાં 60%થી 65% જેટલું પાણી છેં.

પાચન,શ્વસન,રુધિરાભિસરણ,ઉત્સર્ગ અને પ્રજનન એ પાંચ આપણા શરીરની મુખ્ય ક્રિયાઓ છે.

આપણા શરીરની બધી નસોની લંબાઇ 96.540 કિમી. જેટલી થાયછે.

આપણા શરીરનો મૂળભૂત એકમ કોષ છે.

આપણા શરીરમાં કુલ 213 હાડકાં છે.

આપણા શરીરનું સરેરાશ ઉષ્ણતામાન 37સે. જેટલુ હોય છે.

આપણા શરીરમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયા જર મિનીટે 16 થી 18 વખત થાય છે.

આપણા શરીરમાં9000 જેટલી સ્વાદકલિકાઓ છે.

આપણા શરીરમાં ક ચોરસ ઇંચે 10,000 કેશવાહિનીઓ છે.

આપણા શરીરમાં લોહીનું પ્રમાણ 7% છે.લગભગ 6 કિલો . જેટલુ થાય.

આપણા શરીરમાં 400 થી 500 સ્નાયુઓ છે.

આપણા શરીરનો સૌથી મોટો અવયવ યકૃત છે.

પુખ્ત માણસના મગજનું વજન 1400 ગ્રામ જેટલુ હોય છે.

માણસની  મહાકાયતા અને વામનતા પિચ્યુટરી ગ્રંથીને આભારી છે.

માણસના શરીરના તાપમાનનું નિયંત્રણ હાઇપોથેલેમસ ગ્રંથી કરે છે.

પ્રજનન માટે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંત:સ્ત્રાવો હોયછે.

શરીરનાં તંત્રો -1. પાચનતંત્ર 
                 2.શ્વસનતંત્ર  
                 3.ભ્રમણતંત્ર  
                 4. ઉત્સર્ગતંત્ર  
                 5.સ્નાયુતંત્ર  
                 6.પ્રજનનતંત્ર  
                 7.ચેતાતંત્ર  
                 8.ગ્રંથીતંત્ર  
                 9. કંકાલતંત્ર